મોરબી: હળવદ તાલુકાના રણજીતગઢ ગામે અમદાવાદ થી ભુજ જતી સયાજી રેલ્વે ટ્રેન મા મુસાફરી કરી રહેલા ભુજના ૩૯ વષૅના યુવક કોઈ કારણોસર પડી જતા તેનું મોત નીપજ્યું હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશ નો કબજો લઈ ને પીએમ અર્થે મોકલ્યા બાદ લાશને પરિવારજનો ને સોંપી હતી. અમદાવાદ થી ભુજ જતી સયાજી રેલ્વે ટ્રેન મા ભુજ જિલ્લા ના પાંવડા તાલુકાના અકલીયા ગામ ના ૩૯ વષૅ ના મેહમૂદશાહ શહિદા સંધી નામ ના યુવક પોતાના કામ અર્થે અમદાવાદ ગયેલ હતા કામ પતાવી ને પોતા ના માદરે વતન ભુજ જતા હતા ત્યારે રણજીતગઢ ગામ ની સીમ પાસે કોઈ કારણોસર ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ૩૯ વષૅના યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. બનાવ ની જાણ આજુ બાજુ ના ખેત મજુરો ને થતા ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા ત્યારબાદ હળવદ પોલીસ ને જાણ થતાં ચરાડવા ઓ. પી.ના બીટ જમાદાર વસંત ભાઈ વધેરા ઘટનાસ્થળે દોડી ને મૃતકની લાશ નો કબજો લઈ ને લાશ ને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પી. એમ અર્થે ખસેડવામાં આવી હતી. બાદમાં લાશને પરિવારજનો ને સોંપવામાં આવી હતી.