મોરબી: ગાંધીનગરના ગઢીયા બ્રહ્મસમાજના અગ્રણી કિશોરભાઈ રણછોડલાલ જોશીએ ગઢીયા બ્રહ્મસમાજના સ્વ.ભુદરજી જોશીના વંશનો વડલો વિસ્તૃત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે સ્વ. ભુદરજી જોશીના વંશજોને પોતાના પરિવારની માહિતી આપવા માટે અનુરોધ કરાયો છે. ૩૫ વર્ષ પૂર્વે સ્વ. મગનલાલ ભગવાનજી જોશીએ સ્વ.ભુદરજી જોશીની વંશાવલીમા વંશ વિસ્તારની માહિતી માટે સંશોધન અને સંકલન કરીને પુસ્તિકા રૂપે વિસ્તારમાં પ્રકાશિત કરી હતી. જેના પરથી કિશોરભાઈ રણછોડલાલ જોશીએ સંપૂર્ણ વંશ વિસ્તારની એક જ પ્રિન્ટ બનાવી હતી. આ વંશ વિસ્તારની હવે પછીની છેલ્લામાં છેલ્લી માહિતી અને વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે સ્વ. ભુદરજી જોશીના વંશજોને પોતાના પરિવારની સંપૂર્ણ માહિતી કિશોરભાઈ રણછોડલાલ જોશી, ઉર્જાનગર-૨, પ્લોટ નં. ૧૫૪, સપ્તક, પ્રતીક મોલ પાછળ, કોબા રોડ, રાંદેસણ, ગાંધીનગર ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.