નવયુગ ગ્રુપના તમામ સભ્યો માટે જાણતા રાજા નાટકની ટિકિટની પણ ભેટ અપાઈ મોરબી : મોરબી નવયુગ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ દ્વારા સંસ્થાના વર્ગ - ૪ ના તમામ કર્મચારીઓને હરિદ્વારની ૧૦ દિવસની જાત્રા કરાવવાની સાથે સાથે સંસ્થાના તમામ સભ્યોને ઐતિહાસિક નાટક જાણતા રાજાની ટીકીટ ભેટ આપી સરાહનીય કાર્ય કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સરાહનીય કાર્ય કરી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંસ્થાના તમામ વર્ગ- ૪ ના કર્મચારીઓને ૧૦ દિવસની હરદ્વારની જાત્રાનું આયોજન કરી સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. વર્ગ - ૪ ના તમામ કર્મચારીઓ સંપૂર્ણ ખર્ચ ઉપાડી આ પ્રકારનું કાર્ય ખૂબ જ ઉચ્ચ વિચારો દર્શાવે છે, આ સાથે નવયુગના તમામ કર્મચારીઓ માટે મોરબીમાં આવી રહેલ શિવાજીનું નાટક 'જાણતા રાજા'ની ૨૦૦ ટિકિટો લઇ તમામ સ્ટાફને ભેટ આપેલ છે,આ પ્રકારના સરાહનીય કાર્યથી નવયુગ પરિવાર પ્રમુખ પી.ડી.કાંજીયાનો ખુબ ખુબ આભાર માની ગર્વની લાગણી અનુભવી હતી.