બાળકોએ માણી ઘોડેશ્વરી, ઉટગાડીની મજા, સસલા સાથે રમત રમ્યા ટંકારા : પરિક્ષા કાર્ય પૂર્ણ થયા બાદ બાળકોને હળવા ફૂલ માહોલમાં જલસા કરાવવા ટંકારાના આર્ય વિદ્યાલય ખાતે આર્ય કાર્નિવલનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ મનભરીને આંનદ માણ્યો હતો. રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ આર્ય વિદ્યાલય ખાતે આજરોજ બાળકો માટે આર્ય કાર્નિવલનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને ઘોડેશ્વરી, ઉટગાડીની સવારીની મજા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના પ્રિય પ્રાણી એવા સસ્સા રાણા ( સસલા ) સાથે પ્રત્યક્ષ પણે રમવાનો આનંદ માણવાની સાથે બાળકોને કાળઝાળ ગરમીમાં સતત શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનવવા ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ અને સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='large' ids='21874,21875,21877,21876']