નટરાજ ફાટકથી કલેક્ટર સુધીની પગપાળા રેલીમાં નગરજનો સાથે અનેક સંસ્થાઓ અને સંગઠનો પણ જોડાશે મોરબી : દેશમાં વધતા જતા બળાત્કારના ગુનાઓ સામે વિરોધ દર્શાવવા મોરબીમાં આવતીકાલે શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે નટરાજ ફાટક થી જિલ્લા કલેકટર કચેરી સુધી જાહેર રેલી યોજાશે. જેમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો તેમજ નગરજનો પગપાળા જોડાશે. ભારત દેશ મા વધતા જતા બળાત્કાર ના ગુન્હા ની વિરુદ્ધ લાલ આંખ કરી ને બળાત્કાર ના દોષીઓ ને આકરી મા આકરી સજા મળે તે માટે સર્વે જાતી સર્વે પાર્ટી સર્વે વિવિધ સંગઠનો સાથે મળી ને આવતીકાલે શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે મોરબીની નટરાજ ફાટક થી કલેક્ટર સુધીની પગપાળા રેલી યોજશે. આ રેલીમાં જોડાવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે અનિશ મનસુરી મો. નં ૯૫૫૮૩ ૨૦૩૬૨, કિરીટ ઘોડાસરા મો.નં. ૮૦૦૦૦ ૫૮૦૦૬ , નદીમ ગોધાવીયા મો.નં ૮૩૪૭૫ ૦૫૮૮૫, દેવરાજ સોંલકી મો.નં. ૯૭૧૨૨ ૩૩૯૧૮, યોગેશ સોંલકી મો.નં. ૮૮૬૬૫ ૯૫૧૫૫, વસીમ મનસુરી મો.નં. ૯૮૯૮૩ ૦૫૭૯૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.