ફરિયાદ નોંધાવતી વખતે પીજીવીસીએલના અધિકારીએ ગેરવર્તન કરતા લોકોમાં રોષ મોરબી : મોરબીના અવધ સોસાયટી પાસે આવેલ ઓમપાર્કમાં ભર બપોરે પીજીવીસીએલનાં ટીસીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના જીવ તારવે ચોંટી ગયા હતા.ઉપરાંત આ વિસ્તારના અનેક વીજ ઉપકરણો બળી જતા લોકોને ભારે નુકસાન થયું હતું. આજરોજ અવધ સોસાયટી પાસે ઓમપાર્કમાં આવેલા ટીસીમાં અચાનક ભડાકા સાથે શોર્ટ સર્કિટ થયું હતું. ધડાકાનો અવાજ સાંભળીને લોકો પોતાના ફલેટની બહાર નીકળી ગયા હતા. ઉપરાંત ઘરની ઘણી ઇલેક્ટ્રિક આઈટમો બળી ગઈ હતી. ઓમ પાર્કમાં રહેતા લોકોએ પીજીવીસીએલને જાણ કરતા તંત્રએ ઉડાવ જવાબ આપ્યા હતા. તંત્રના ઉચ્ચ અધીકારીને જાણ કરતા ઉચ્ચ અધીકારીએ દાદાગીરી સાથે જવાબ આપતા સ્થાનીકોમાં ભારે રોશ જવા મળ્યો હતો જો કે હાલ તંત્ર જગ્યા પર આવી માત્ર ટીસી જોયને જતું રહ્યું હતું. ઉપરાંત અધિકારીએ તોછળાય ભર્યો જવાબ આપ્યો કે બીજી વાર ભડાકા થાય એટલે આવશું બાકી આવી તો કંમ્પ્લેઇન આવ્યા કરે.