ગ્રાહકોને એમઆરએફ ટાયરની વિશાળ રેન્જ સાથે ઉત્તમ સર્વિસીસ મળશે મોરબી : મોરબીમાં રાજકોટ કંડલા રોડ પર એમઆરએફ ટાયર કીર્તિ ટાયર એન્ડ સર્વિસની ફ્રેન્ચાઇઝી કિર્તી ટાયર સેલ્સ એન્ડ સર્વિસનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.અત્રે થી એમઆરએફ ટાયરની વિશાળ રેન્જ સાથે ટાયરને લગતી સર્વિસીસ મળી રહેશે. કીર્તિ ટાયર સેલ્સ એન્ડ સર્વિસમાં દેશની અગ્રણી ટાયર કંપની એમઆરએફના ટાયરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. ઉપરાંત અહીંથી ગ્રાહકોને ટાયરને લગતી સર્વિસીસ જેવી કે વહીલ અલાઈનમેન્ટ, વહીલ બેલેન્સિંગ, ઓટોમેટિક ટાયર ફિટમેન્ટ અને નાઇટ્રોજન ફીલિંગ વિથ ટેસ્ટિંગ સર્વિસીસ મળશે. આ શોરૂમમાં ખાસ અમેરિકાની મશીનરી થી ગ્રાહકોને વિવિધ સર્વિસીસ આપવામાં આવશે. ઉપરાંત અહીં ગ્રાહકો માટે ખાસ એરકન્ડિશન વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. અહીં કામ કરતા ટેક્નિશિયનને કંપનીના અદ્વિતીય એમઆરએફ ટાયરડોમ ટ્રેનિંગ સેન્ટર, ચેન્નાઇ ખાતે ખાસ તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ ગ્રાહકોને ઉત્તમ સર્વિસીસ પ્રોવાઇડ કરી શકે. ઈમ્પોર્ટેડ અલાઈનમેન્ટ , બેલેન્સિંગ મશીનરીમાં ઘણા નવા ફીચર્સ છે. જે ગ્રાહકો જાતે નિહાળી શકશે. આ ઉપરાંત ગ્રાહકો અહીંથી સંતોષકારક સર્વિસીસ મેળવી શકશે.