મોરબીના અમરનગર અને રાજકોટના વિરુપુર નજીક લાખોના દારૂ પ્રકરણમાં આર.આર.સેલે ગુન્હો નોંધાવ્યો મોરબી : મોરબીના અમરનગર તેમજ રાજકોટના વીરપુર નજીક ઘઉંની બીલ્ટી દર્શાવી લાખો રૂપિયાના વિદેશી દારૂ પકડવા પ્રકરણમાં આર આર સેલ દ્વારા છ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના મોરબી-માળીયા નેશનલ હાઇવે પર અમરનગર ગામ પાસે રૂપિયા ૪૭ લાખના દારૂ પ્રકરણમાં આર આર સેલના રસીકભાઇ મનસુખભાઇ પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી (૧) સુરેશ, તે ઇગ્લીશ દારૂ ભરી આપનાર (૨) મદન, તે ઇગ્લીશ દારૂ પહોંચાડવાની સુચના કરનાર (૩) ટીટા નામનો માણસ કે જે આ ઇગ્લીશ દારૂ ભરેલ ટ્રક ડ્રાઇવરને પહોંચાડેલ (૪) ડ્રાઇવર નરેન્દ્રસિંગ અજાબસિંગ ભીન્ડર જાતે.જાંટ ઉ.વ.૩૮ રહે.ટનાલીવાડ તા.બટાળા જી.ગુરૂદાસપુર પંજાબ (૫) ધીરેન અમૃતલાલ કારીયા, લોહાણા, રહે. જુનાગઢ, જલારામ સોસાયટી મંગાવનાર તેમજ (૬) બનાવટી પ્રમાણપત્ર (બિલ્ટીઓ) માં સહી કરનાર જુદી જુદી બે વ્યક્તિઓ તેમજ તપાસમાં ખુલે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં તપાસમાં ખુલે તે તમામે ગુજરાતમાં દારૂબંધી હોવાનું જાણવા છતા ગેરકાયદેસરના ઇગ્લીશ દારૂના જથ્થાને આ પ્રમાણપત્રો (બિલ્ટીઓ) ઉપયોગ કરી ટ્રક મારફતે ઘુસાડવા માટે પુર્વ આયોજીત કાવતરૂ રચી ટ્રકમાં ગેરકાયદેસર રીતે જુદી જુદી બ્રાંડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવા છતા ટ્રકમાં વ્હીટ સીડ પ્રોડકટ ભરેલા છે તેવુ બતાવવા અને માર્ગમાં ચેક કરનારનો વિશ્વાસ સંપાદિત કરવા માટે જાણી જોઇને ખોટી માહિતીનો ખોટો પુરાવો ઉભો કરી માલ-સામાનના પ્રમાણપત્રમાં જણાવ્યા મુજબનો ટ્રકમા માલ-સામાન ભરેલ ન હોવા છતા તે પ્રમાણપત્ર (બિલ્ટી) નો ખરા તરીકે ઉપયોગ કરવા કબજામાં રાખી પ્રમાણપત્ર (બિલ્ટી) માં બતાવેલ માલસામાન ન હોય તેમ છતા નામાંકિત કંપનીની પેઢીની પ્રતિષ્ઠાની આડ લઈ તે પેઢીનો સામાન ભરેલાના ખોટા દસ્તાવેજો પ્રમાણપત્ર (બિલ્ટી) બનાવી તે સાચા તરીકે ઠગાઇ કરવાના હેતુથી બનાવી તે પ્રમાણપત્ર (બિલ્ટી) નો ખરા તરીકે ઉપયોગ કરવા બનાવટી પ્રમાણપત્ર (બિલ્ટી) કબજામા રાખી એક બીજાએ મદદગારી કરી ગેરકાયદેસર રીતે જુદી જુદી બ્રાંડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ટ્રકમાં ભરી જે ટ્રકનો કબજો રાખી ટ્રકના ચેકીંગ સમયે રાજ્યસેવક પાસે ખોટી માહીતી બતાવવા અને જણાવવા મોટા પ્રમાણમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી ઇગ્લીશ દારૂની ડીલીવરી આપવા/ અપાવવા અને લેવા આવતા હાલ સુધીની તપાસ દરમ્યાન ફલીત થયેલ હકિકત ઉપરથી ઉપર જણાવેલ તમામ આરોપીઓ તથા પ્રમાણપત્ર (બિલ્ટીઓ) માં સહી કરનાર બે જુદા જુદા વ્યક્તિઓ અને તપાસમાં ખુલે તેઓ તમામએ ગુન્હો નોંધવા ફરિયાદ નોંધાવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલેઇ.પી.કો. કલમ- ૧૨૦બી, ૧૭૭, ૧૯૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.