મોરબી : મોરબીના કેનાલ રોડ પર આવેલ બહુમાળી ઇમારતના બીજા માળેથી પડી જતા છ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ બંન્ટી સોલંકી ઉ.વ.૬ રહે. કેનાલ રોડ, આઇકોન રેસીડન્સી, મોરબી.વાળા બીજા માળેથી પડી જતા મરણ ગયેલ હાલતમાં મોરબી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.