મોરબી : મોરબી જીલ્લા ના ટંકારા ખાતે ફરજ બજાવતા પ્રોબેશનલ મહીલા પીએસઆઈ અર્ચના એમ. રાવલને મહિલા બ્રહ્મરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. હળવદ ખાતે યોજાયેલ વિશીષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં ટંકારા ખાતે પ્રોબેશનલ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અર્ચના એમ. રાવલને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના હસ્તે મહીલા બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં બ્રહ્મસમાજ ની મહીલાઓ ની શક્તિ અને ધૈર્ય વિશે નુ આખ્યાન રજુ કરવામા આવ્યુ હતુ સાથે જ બ્રહ્મસમાજ ની શક્તિ ની પરાકાષ્ટા અને સમાજ મા તેનૌ બલિદાન નુ મહત્વ સમજાવાયુ હતુ.આ કાર્યક્રમ મા બ્રહ્મસમાજ ના હોદેદારો સહીત અનેક રાજકીય આગાવાનો સહીત મોટી સંખ્યા મા બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને હાજર અન્ય બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામા આવ્યુ હતુ.