મોરબી: મોરબી જીલ્લા ના જેતપર ગામે 'પંચમ ગ્રુપ' ના યુવાનો એ વીશ્વ વિભુતી ડો.બાબા સાહેબ નો ૧૨૭ મો જન્મ દિવસ વીશ્વ કલ્યાણ ની ભાવના સાથે ઉજવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે યુવાનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭ જન્મજયંતિની જેતપર ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેતપર ગામના પંચમ ગ્રૂપના યુવાનોએ આંબેડકર જયંતિ નિમિતે રક્તદાન શિબિર નુ આયોજન કર્યું હતું. જેમાં ૩૧ બોટલ રક્ત એકત્ર કરીને તેને બ્લડબેન્ક મા જમા કરાવવામાં આવ્યું હતું.આ સાથે યુવાનોએ હર્ષોલ્લાસ થી કેક કાપીને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.