મોરબી : મોરબીમાં દેવીપૂજક યુવતી સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવાનને યુવતીના પિતાએ માર મારી છરી વડે ગળાના ભાગે છરકા કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકરાણીવાસમાં રહેતા સોયબ હનીફભાઈ ઉ. ૨૭ નામના યુવાને લાતીપ્લોટ શેરી નંબર - ૩ રહેતા હસમુખ દિપક દેવીપૂજકની પુત્રી જ્યોતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં આ યુવતી તેના પિતાના ઘેર ચાલી ગઈ હતી. દરમિયાન ગતરાત્રીના ભોગ બનનાર યુવાન લાતીપ્લોટમાં જતા આરોપી હસમુખે સોયબ ઉપર હુમલો કરી ગળાના ભાગે છરી વડે છરકા કરી ઇજા પહોંચાડતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.