મોરબી : મોરબીના લીલાપર રોડ પર કોઈ કારણોસર મહિલાઓ બખડતા દસ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે રાજકોટ ખસેડેલ હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતી રેશ્મા રાસુલભાઈ સુમરા નામની ૧૦ વર્ષની બાળકીને ભાવિકા ફિરોજભાઈ અને જ્યોતિબેન નામની મહિલાએ ઢીકા પાટુનો માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.