મોરબી : ટંકારામાં છેતરપિંડી આચરી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૧૬ માં ટંકારા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સમીર અમીરભાઈ અજમેરી ઉ.૩૮ વાળો અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ખ્વાજા પેલેસ ફ્લેટમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા એસઓજી પીઆઇ એસ.એન.સાટીની સૂચનાથી સ્ટાફના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ યાકુબભાઈ અને ધર્મેન્દ્રભાઈ અંબારમે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. આમ, મોરબી એસઓજી ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશમાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.