પોલીસની ખોટી ઓળખ આપી લૂંટ ચલાવતો શખ્સ રિમાન્ડ પર લેવાશે વાંકાનેર : વાંકાનેર નજીક હાઇવે પર વાહન રોકાવી પોલીસની ખોટી ઓળખ આપી વાહન ચાલકોને લૂંટી લેવાની ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લૂંટારાને ઝડપી લેવામાં વાંકાનેર સીટી પોલીસે સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પો.સ્ટે. (૧) ૩ ગુ 2 નં ૨૨/૧૮ આઇ પી સી કલમ ૩૯૦, ૧૭૦ મુજબના ગુન્હામાં જેમાં અજાણ્યા મોસા ચાલકે આ કામના ફરિયાદી ગણેશભાઇ દેવાભાઇભાઇ કૅરાળીપા જાતે કોળી રે, કાળાસર તા.ચોટીલા વાળાનુ છોટાહાથી વઘાસીપા ટોલનાકાથી આગળ હાઇવે રોડ પર રોકાવી પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વાહન ચેકિંગના બહાને બીક ભય બતાવી ફરિયાદીના રોકડા રૂપીપા ૧૪૦૦૦ તથા અલગ અલગ ખેડુતોના શાકભાજીના બીલોના રૂપીયા ૪૦૦૦ મળી કુલ રૂ ૧૮૦૦૦ની લુટ કરી નાસી ગયેલ તથા આ કામેના સાહેદ (૧) અમીનભાઇ તથા (2) જયેશભાઇને ચેકીંગના બહાને રોકી બીક ભય બતાવી રોકડ રકમ રૂ ૮૬૦૦/ની પાકીટ સહીંતની લુંટ કરી નાસી ગયેલ તથા (૨) વાંકાનેર સીટી પો સ્ટે ગુર નં ૨૩/૧૮ આઇપી સી કલમ-૩૯૨, ૧૭૦ ના કામે અજાણ્યા મોટર સાયકલ ચાલકે આ કામેના ફરિયાદીની બોલેરો વાહનને રોકાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડરાવી ઘમકાવી બોલેરોની પૈસાની પેટીમાંથી ફરીયાદી ના ખીરસા ખર્ચના રૂ ૩૦૦૦/તથા ભાડાના રૂ ૧૬૦૦/તથા અલગ અલગ ખેડુતોના શાકભાજી વેચાણના જુના બીલના રૂ.૧૬૦૦૦/મળી કુલ રૂપીપા આશરે રૂ.૨૦૬૦૦ ની લુટ કરી નાસી ગયેલ હોય ઉપરોક્ત ગુનાઓ સરખા મોડ્સ ઓપરેન્ડી ના બનેલ હોય તથા સદરહુ ગુન્હાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા. એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ ગુન્હાઓ વિક્રમભાઇ ભુપતભાઇ પરમાર ઉવ ૨૩ રે.ભાટીપા સોસાયટી, વાંકાનેર મુળ રે.નવલગઢ તા ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર વાળાએ આચરેલ હોવાની અને મજકુર પોતાના ઘરે આવતો હોવાની ચોક્કસ હકિકત પીઆઇ બી.ટી.વાઢીયાને મળતા ભાટીયા સોસાયટી સ્મશાન સામે રેલવેના નાલા નીચે વોચમાં રહેતા મજકુર ચોરી છુપીપી પસાર થતા મજકુરને પકડી પાડી અટકાયત કરવામાં આવી હતી તથા મજકુર આરોપીની ઓળખ પરેડ કરાવવા તથા મુદ્દામાલ સબંધી તપાસ હાથ ધરવામાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ સફળ કામગીરી બી ટી વાઢીપા પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સીટી પો સ્ટે નાઓ તથા પો.સબ ઇન્સ એમ.જે.ઘાધલ, આર.પી.જાડેજા , હેડ કોન્સ્ટેબલ આર.એચ. જાડેજા, એમ.એમ. દેગામડીયા, વી.એન. સારદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અરર્વીદભાઇ માવજીભાઇ, હરેશભાઇ ઇન્દુલાલભાઇ, વિરેન્દ્રસિંહ ઝાલા, અરવીંદભાઈ ઓળકીયાએ કરી હતી.