મોરબી : મોરબીના નાનીવાવડી ગામે મારુતિનગરમાં રહેતા અને પાનનો ગલો ચલાવતા રાજેશભાઈ પ્રભુભાઈએ જન સેવા એ જ પ્રભુ સેવાનુ સુત્રને સાર્થક કર્યુ છે.૫૯ વર્ષના રાજેશભાઈ નિવૃત્તિની ઉમરે નવરા પડ્યા નખોદ વારવા ને બદલે પોતાની દુકાન પાસે લોકોને ભર ઉનાળાના તાપથી રાહત મળે એ માટે વૃક્ષો વાવિ અને વૃક્ષની ફરતે ઓટો બનાવિને લોકો આરામ કરી શકે તે માટે ૧૩ જટેલા વૃક્ષોનુ વાવેતર કર્યુ છે વધુમાં રાજેશભાઈએ જણાવ્યુ હતુ કે અમારા પુજ્ય પિતા સમાન કાકા જે સ્વ. મનજીભાઈ ભુરા ભાઈ પાસેથી પેરણા મળેલિ છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે જે પોતે સેવા માટે શ્વાન માટે ચુરમાના લાડુ બનાવિ અને શેરીયે ગલિયે જ્ય ને પોતાના હાથે શ્વાને લાડુ ખવડાવતા હતા અને ત્યાથી મને પણ પેરણા મળી હતી કે લોકો અને અબોલ જીવોની સેવા કરીતો પ્રભુની સેવા કરી બરાબર કહેવાય ત્યારથી જ મે પણ વૃક્ષ વાવવાનો નિર્ણય કરયો હતો અને અબોલ જીવ અને લોકો આ વૃક્ષના છાંયડામાં બેસીને આરામ કરી સકે અને હજુ ભવિષ્યમાં પણ આ વૃક્ષો મોટા થાય એટલે વૃક્ષોમાં પાણીના કુંડા અને ગાય માતા માટે પાણીની વ્યવસ્થા થાય તે માટેના પ્રયત્નો કરવા છે.