મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ સામે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દલિતોના સમર્થનમાં ધરણા કાર્યક્રમ આપવમાં આવ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય લાલિતભાઈ કાગાથરાની આગેવાનીમાં યોજાયેલા ધરણામાં બહોળી સંખ્યામાં સંગઠનના આગેવાનો જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે એટ્રોસીટી એકટ અંતર્ગત આપેલા ચુકાદાના વિરોધમાં ૨ એપ્રિલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના વિરોધમાં તેમજ દલિતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરબી નવા બસ સ્ટેન્ડ સામે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણામાં કોંગ્રેસના ધારાસભ્ય , તમામ તાલુકા /જીલ્લા પંચાયત, શહેર કોંગ્રેસ સમિતિ નગરપાલિકા ના ચૂંટાયેલા સદસ્યો, કોંગ્રેસ ના તમામ હોદેદારો, યુવા મોરચા, આઇ. ટી. સેલ, તમામ સેલ, ક્ષેત્ર ના આગેવાનો અને મોરબી જિલ્લા કોંગ્રેસ ના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.