સાંજે ૫ થી ૮ પ્રાણીક ઉપચારનું બીજું સેશન : રાત્રે ૯થી ૧૦:૩૦ પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિર મોરબી: મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન આજ રોજ પ્રાણીક ઉપચાર(હિલિંગ) શિબિર અને પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાણીક ઉપચાર શિબિરને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. સવારના પ્રથમ સેશનમાં ૪૧૩ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો. તણાવભર્યા જીવનમાં પરમશાંતિની અનુભૂતિ કરાવતી પ્રાણીક ઉપચાર(હિલિંગ) શિબિર આજ રોજ રામોજી ફાર્મ ખાતે સવારે ૮ થી ૧૧ દરમિયાન યોજાઈ હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પ્રથમ સેશનમાં ૪૧૩ દર્દીઓએ પ્રાણીક ઉપચાર કરાવ્યું હતુ. આજે સાંજે ૫ થી ૮ દરમિયાન પ્રાણીક ઉપચાર(હિલિંગ) શિબિરનું બીજું સેશન યોજનાર છે. બાકી રહી ગયેલા દર્દીઓને સાંજના સેશનમાં શિબિરનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિર રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી યોજાશે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='21173,21174']