ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કામોને મંજૂરી અપાઈ મોરબી : રાજય સરકાર દવારા રાજયનો સર્વાગીણ છેત્રે વિકાસ થાય તે માટે પુરતી નાણાકીય જોગવાઇ કરવામાં આવે છે. લોકોની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખી યોજનાકિય લાભો મહતમ લોકોને મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ ઉર્જા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં તેમણે જણાવ્યું હતું જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ના વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના રૂા.૪૯૩ લાખના કુલ-૧૮૮ કામોને બહાલી આપી હતી. જેમાં સી.સી. રોડના કામો, પેવર બ્લોકના કામો, પીવાના પાણીના કામો, ભુગર્ભ ગટરના કામો, ગ્રામ્ય રસ્તાના કામોને મંજુર કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ બેઠકમાં આયોજન મંડળ હસ્તકના વર્ષ.૨૦૧૪-૧૫,૧૫-૧૬,૧૬-૧૭ ના થયેલ વિકાસ કામોની ચર્ચા સમિક્ષા કરી હતી. મંત્રીશ્રીએ બેઠકમાં આયોજન હેઠળના વિકાસ કામોની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓને વિકાસ કામોમાં ગુણવતા જળવાય અને કામો ઝડપી પૂર્ણ થાય તે માટે સંકલન સાધી અસરકારક કામગીરી થાય તે જરૂરી છે. તેમ તેમણે જણાવ્યું હતું બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વેશ્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી લલીતભાઇ કગથરા, શ્રી મહમંદ હુસેન પીરઝાદા, જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પીન્કુબેન ચૌહાણ, નાયબ સચિવશ્રી નરેન્દ્રભાઇ નંદાણી, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી, જિલ્લા આયોજન અધિકારીશ્રી એન.જી. ચૌહાણ, પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર શ્રી ડી.એમ.ભલાણી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી યુ.જે. પટેલ, તેમજ તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ નગર પાલીકાના ચીફ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.