મોરબી: મોરબીના કાલિકા પ્લોટ નજીક પોલીસે દેશી દારૂના જથ્થાની રીક્ષા મારફતે ડિલિવરી કરવા નીકળેલા રાજકોટના બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને આરોપીની પૂછતાછ કરતા મોરબીના શખ્સનું નામ પણ ખુલ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડીવીઝન પોલીસે કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પસાર થતી રીક્ષા નં જીજે ૩ એ ડબલ્યુ ૫૫૦૮ ને આંતરીને તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે એ ડીવીઝન પોલીસે આરોપી નરેન્દ્રભાઈ પ્રભાતસિંહ ચૌહાણ અને રાહુલ મહેશ રોજાસરા રહે. બંને રાજકોટવાળાને ઝડપી લઈને દેશી દારૂનો જથ્થો અને રીક્ષા મળીને ૩૪,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે દારૂનો જથ્થો દેવાભાઈ રાવળદેવ રહે. કાલિકાપ્લોટ મોરબીએ મંગાવ્યો હોય જે આરોપીનું નામ ખુલતા તેણે ઝડપી લેવા તપાસ ચલાવી છે.