મોરબીના ચકિયા હનુમાન મંદિરે તેલ ચડાવવા માટે એટીએમ મશીન કાર્યરત મોરબી : મોરબીના ચકિયા હનુમાન મંદિરે ભાવિકો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મંદિરે હનુમાનજીને આપોઆપ તેલ ચડી જાય તેવું એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. જે મશીનમાં રૂ.૧૦ની નોટ નાખવાથી મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને આપો આપ તેલ ચડી જાય છે. ઉપરાંત નારિયેળ વધેરવા માટે પણ આધુનિક હાઇડ્રોલિક મશીન વસાવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ પર વસંત પ્લોટ પાસે આવેલા ચકિયા હનુમાન મંદિરે દરરોજ ભક્તોની ભીડ જોવા મળે છે. અહીંના લોકોમાં ચકિયા હનુમાનજી પ્રત્યે ભારે શ્રદ્ધા રહેલી છે.અહીં ભક્તોને સરળતા રહે તે માટે તેલ ચડાવવાનું એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. આ એટીએમમાં રૂ.૧૦ ની નોટ નાખવામાં આવે એટલે હનુમાનજીને મંત્રોચ્ચાર સાથે આપો આપ તેલ ચડી જાય તે પ્રકારે સુવિધા ગોઠવવામાં આવી છે. આ અંગે ચકિયા હનુમાન મંદિરના કાર્યકર હરિભાઈ કારીઆએ જણાવ્યા મુજબ અગાઉ લોકો ગમે તેવું તેલ ચડાવી જતા જેને કારણે તેલમાં ધૂળ જામી જતી હતી. હનુમાનજી ને શુદ્ધ તેલ જ ચડે તે હેતુ થી અહીં તેલ ચડાવવાનું એટીએમ મશીન લગાવવાનો વિચાર ઉદ્દભવ્યો હતો. બાદમાં પ્રયતો કરીને તેને પોતે જાતેજ આ મશીન બનાવ્યું હતું.આ એટીએમ મશીનમાં ભક્તો રૂ.૧૦ની નોટ નાખે એટલે બે વખત હનુમાનજીના મંત્રો વાગે બાદમાં મશીન મારફત આપોઆપ હનુમાનજીની મૂર્તિને તેલ ચડી જાય. એટીએમ મશીન મારફતે સૂર્યમુખીનું તેલ ચડાવવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિને તેલ ચડી ગયા બાદ તેલનો સદઉપયોગ કરવા તેને યદુનંદન ગૌશાળા ખાતે મોકલી દેવામાં આવે છે. દર શનિવારે અહીં ભાવિકોની ભારે ભીડ હોવાથી નારિયેળ વધેરવામાં વધારે સમય લાગે છે.તેથી નારિયેળ વધેરવા માટે હાઇડ્રોલિક મશીન પણ મુકવામાં આવ્યું છે. આ મશીન થી નારિયેળ પણ વધેરાય જાય છે સાથે પાણી પણ અલગ થઈ જાય છે. આમ ભવિકો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મશીનમાં રૂ.૧૦ની નોટ નાખવાથી હનુમાનજીને આપો આપ તેલ ચડી જાય..જુઓ વિડિઓ https://youtu.be/wXS-LmWcN9I