મોરબી: મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારતીયજનતા પાર્ટી ના ૩૯માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં આશાપુરા ટાવર બિલ્ડીંગ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજરોજ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના ૩૯માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી..જે અંતર્ગત મોરબી તાલુકા ભાજપ દ્વારા પણ ૩૯માં સ્થાપના દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે સવારે ૯ કલાકે આશાપુરા ટાવર બીલ્ડીંગ ઉપર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા દ્વારા ધ્વજાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.