મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.૯/૪/૧૮ના રોજ સમય ૧૧:૦૦ કલાકે ઓદ્યોગીક તાલીમ સંસ્થા હળવદ રોડ મહેન્દ્રનગર મોરબી ખાતે મેગા જોબ ફેર નું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા જોબ ફેરમાં ઓદ્યોગીક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગીની કાર્યવાહી કરશે. આ જોબ ફેરમાં એકમોની જરૂરીયાત મુજબ એસ.એસ.સી./એચ.એચ.સી./સ્નાતક અને આઈ.ટી.આઈ. ટ્રેડના(ટેકનીકલ) ઉમેદવારો (ઉંમર વર્ષ ૧૮ થી ૩૦)એ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.