મોરબી: મોરબી નવલખી ફાટક નજીક આજે સવારે મોરબી તરફ જતી કારમાં અચાનક આગ લાગતા કાર સળગી ઉઠી હતી.ફાયરબિગ્રેડને જાણ કરાતા ફાયર ફાયટરોએ તુરંત ઘટનાસ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. શહેરના નવલખી ફાટક પાસે મોરબી તરફ જતી એક કારમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ ઘટના માં ડ્રાઈવર સમયસુચકતા વાપરીને કાર નીચે ઉતરી જતા કોઈ જાનહાની નથી થઈ તેવુ જાણવા મળ્યુ હતુ જોકે કારની આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયુ નથી.