સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે મોરબી: મોરબીમાં બાવળવારા મેલડી માતાજીના મંદિરે આગામી ૧૨મીએ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. મોરબીના ઝૂલતા પુલ નજીક હીરોના શો રૂમ નીચે અશોકાલયના ઢાર પાસે આવેલા બાવળવાળા મેલડી માતાજી મંદિરે આગામી તા.૧૨ ને ગુરુવારના રોજ રાત્રે ૮ કલાકે માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.માંડવામાં સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ માતાજીના ડાક દ ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બાવળવાળા મેલડી મિત્ર મંડળ દ્વારા ૧૨ મીએ યોજાનાર માતાજીના માંડવામાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.