હળવદ : શ્રી સદગુરૂ ગૌ સેવા ભજન મંડળ એક અનોખું સેવાકાર્ય કરી રહ્યું છે જેમાં નિરાધાર ગાયોના ધાસચારા માટે ભજન સંધ્યા સંતવાણી સેવા કાર્ય કરી જે રકમ દાન સ્વરૂપે મળે તે રકમ ગૌ સેવા કાર્યમાં વપરાય છે. આ ઉમદા કાર્યમાં સહભાગી થવા માટે હળવદના પત્રકાર હરેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારીના પિતા સ્વ્.કાનાભાઈ રબારીના સ્મરણાર્થે રાખવામાં આવી હતી.આ ભજન મંડળીમાં હસમુખભાઇ ગજ્જર, ખીમજીભાઈ કણઝરીયા,લીલાભાઈ રબારી, રામજીભાઈ સિંધવ,સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.આ સદગુરૂ ગૌ સેવા મંડળને જ્યાં પણ ભજન મંડળીનુ આમંત્રણ મળે છે ત્યાં ભજનની રમઝટ બોલાવે છે. અને ભજનમાં મળેલી તમામ રકમ ગૌ સેવાના ધાસચારામા વાપરવામાં આવે છે.આ સેવાકીય કામગીરી માટે ખીમજીભાઈ કણઝરીયા.૯૮૭૯૪૨૦૧૧૯ રામજીભાઈ સિંધવ.૯૭૨૩૬૮૨૯૯૭ અને હસમુખભાઈ ગજ્જર.૯૮૭૯૪૫૭૨૬૧ સંપર્ક કરી આ સેવાકીય પ્રવૃત્તિમા સહભાગી થઈ શકશો.