મોરબી: મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી પાસે આવેલી પરશુરામ પોટરીના ક્વાર્ટરમાં હરેશ જેન્તીભાઈ સોલંકી( ઉ.વ.૨૩)નામના યુવાને અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.