પ્રાઇવેટ વાહન ચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ભાડામાં લૂંટ ચલાવ્યાની ફરિયાદ મોરબી : આજે ભારત બંધના પગલે ઠેર ઠેર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સરકારી બસોને નિશાન બનાવતા એસટી તંત્ર દ્વારા અનેક બસોને થંભાવી રૂટ કેન્સલ કરી નાખતા હજારો મુસાફરો રીતસરના રઝળી પડ્યા હતા. જેનો પ્રાઇવેટ વાહન ચાલકોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. સલામતીના ભાગ રૂપે આજે બપોર બાદ મોરબી નવા એસ.ટી બસ સ્ટેશને ઉપરથી આવતી બસો ના પૈડા થંભાવી રાખવાની ફરજ પડતા મુસાફરો મોરબી નવા બસ સ્ટેશને મુકામ કરવાની નોબત ઉભી થઈ હતી. જયારે ગ્રામ્ય વિસ્તારના પણ મોટાભાગના રુટ બંધ રખાતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીમાં ઉપરથી આવતી 50 જેટલી બસોના રૂટ રદ કરી તમામ બેસોને મોરબી થંભાવી દેવતા બસમાં સવાર મુસાફરો રીતસરના રઝળી પડ્યા હતા. જેમાં પરિવાર સાથેના મુસાફરો ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. જ્યારે એસટી બસો રદ થતા મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડ્યો હતો. પરંતુ અમુક પ્રાઇવેટ વાહન ચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઇ ભાડામાં લૂંટ ચલાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='20882,20883,20881,20884,20885']