'ધજા દેખી ધણી સાંભળે દેવળ દીખે દુ:ખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પ્રચીત જાય.' હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામથી ૨ કિ.મી દુર લજાઈ-હડમતિયા રોડ પર આવેલ 'સનાતન આશ્રમ ' રામદેવપીરની જગ્યામાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સંતવાણીના મુખ્ય કલાકાર 'કરશન સાગઠીયા' ગ્રૃપ ભજનની રમઝટ બોલાવશે તેમજ આ સંતવાણીનો લ્હાવો લેવા સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામા આવે છે. આશ્રમના ગાદીપતી નરેશદાસબાપુ ગુરુશ્રી નરશીદાસબાપુના શિષ્ય છે તેમજ શિષ્યા નિર્મળદાસ માતાજીના સાનિધ્યમાં સંતવાણીનો કાર્યક્રમ તા. ૧/૪/૨૦૧૮, રવિવાર સમય : ૯.૩૦ કલાકે તેમજ મહાપ્રસાદનો સમય સાંજે ૬ કલાકે રાખેલ છે.