મોરબી: મોરબી એસઓજી ટીમે હળવદના ચરાડવા ગામની કિશોરીનું અપહરણ કરનાર શખ્સને ટંકારાના મોટા ખીજડિયા ગામની સીમમાંથી પકડી પાડીને કિશોરીને તેના વાલીપણામાંથી મુક્ત કરાવી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબી એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ યાકુબભાઈ અને નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામે દલિતવાસમાં રહેતી કિશોરીનું અપહરણ કરનાર આરોપી જીવરાજ મહાદેવભાઈ પંચાસરા જાતે કોળી ઉ.વ.૨૩ને ટંકારાના મોટાખીજડિયા ગામની સીમમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ કિશોરીને આરોપીના વાલીપણા માંથી મુક્ત કરાવી પોલીસે આગળની કાર્યવાહિ હાથ ધરી છે.