જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, શીતલ ઠાકોર , સેજલ સાધુ અને જયેશ પ્રજાપતિ બોલાવશે ગુજરાતી ગીતોની રમઝટ મોરબી: વાંકાનેરના રાતાવિરડા ગામે ગૌશાળાના લાભાર્થે એમ.એલ.ડી.ગ્રુપ ઇન્ટરનેશનલ દ્વારા આજ રોજ સાંજે ૮ કલાકે ભવ્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, શીતલ ઠાકોર,સેજલ સાધુ અને જયેશ પ્રજાપતિ પોતાના સુમધુર કંઠે લોકોને ડોલાવશે. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આવેલા હનુમાનજીના મંદિર સામેના મેદાનમાં આજ રોજ સાંજે ૮ કલાકે ભવ્ય સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાનાર છે. આઈ.એમ.ડી.ગ્રુપ ઇન્ટરનેશનલ દ્વારા ગૌશાળાના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ગુજરાતના પાંચ સુપ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, શિતલ ઠાકોર, સેજલ સાધુ અને જયેશ પ્રજાપતિ ઉપસ્થિત લોકોને પોતાના સુમધુર કંઠે ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો મુખ્ય મહેમાન સ્વરૂપે ઉપસ્થિત રહેશે આજે સાંજે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો સતીશ દલવાડી, બાબુભાઈ ભરવાડ અને ડાયરેકટર ઊપેન્દ્રસિંહ સિસોદિયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે