મોરબીના જૂના લૂંટાવદર ગામે બાલમંદિરના બાથરૂમમાં છૂપાવેલ અડધા લાખનો દારૂ ઝડપાયો

- text


એલસીબી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી શરાબ કબ્જે લીધો : બુટલેગર છું..
મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામે બાલમંદિરના બાથરૂમમાં વિદેશી શરાબ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી પોલીસે ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૩ર કી.રૂ.૫૧,૬૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને પ્રોહીબીશનની બદ્દી નેસ્ત નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સટેબલ જયવંતસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સટેબલ ભરતભાઇ મિયાત્રાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના જૂના લૂંટાવદર ગામે બાલમંદિરના બાથરૂમ માંથી અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૨ કી.રૂ.૫૧,૬૦૦ નો મુદામાલ પકડી પાડી આ ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

- text

જો કે દારૂનો જથ્થો છુપાવનાર આરોપી મહાવીરસિંહ ભગુભા જાડેજા રે.લુટાવદર તા.મોરબી વાળા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તેનું નામ ખોલી મોરબી તાલુકા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

- text