મોરબી ખાતે આર્મી તાલીમ વર્ગનું આયોજન

- text


મોરબીઃ ભારતીય સેનામાં જોડાવા માટે આગામી માસમાં ભરતી મેળો યોજાનાર હોય મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનો માટે તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે.

ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૧૮ થી તા.૦૫/૦૫/૨૦૧૮ દરમિયાન રાજકોટ મુકામે ભરતી રેલીનું આયોજન થયેલ છે, જેમાં જોડાવા માંગતા ઉમેદવારોના શારીરિક કૌશલ્યમાં વધારો થાય અને ગ્રાઉંડ ટેસ્ટ પાસ કરી શકે તે હેતુ માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ૧૫ દિવસના, બિન નિવાસી- ની:શુલ્ક તાલીમ વર્ગનું આયોજન આગામી તા. ૦૧/૦૪/૨૦૧૮ થી કરવામાં આવનાર છે.

- text

આ તાલીમ વર્ગમાં જોડાવા માટે શારીરિક ક્ષમતા કસોટી તા. ૦૮/૦૪/૨૦૧૮ ના રોજ સવારના ૮.૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા કોલેજ મોરબીના ગ્રાઉન્ડ ખાતે યોજાશે, અને આ તાલીમ વર્ગમાં જોડાવા માટે યોગ્ય શારીરિક ક્ષમતા , ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા, અપરિણિત પુરુષ ઉમેદવારો ( અપંગો સિવાય) એ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી-મોરબીએ અનુરોધ કરેલ છે.

 

- text