મોરબીમાં વાહન ચેકિંગ : એક જ રાતમાં ૩૪૨ વાહનચાલકોને રૂ.૫૦ હજારનો દંડ

- text


ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરતા વાહનચાલકો સામે શહેર પોલીસની લાલ આંખ

મોરબી: મોરબી પોલીસે ડિવાયએસપીની આગેવાનીમાં ગતરાત્રીના સઘન ટ્રાફિક ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન ૩૪૨ વાહન ચાલકો ને રૂ. ૫૦૪૫૦ નો જંગી દંડ ફટકારી કાયદા નું ભાન કરાવાયું હતું.

- text

મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ની સુચના થી મોરબી જિલ્લા ના તમામ પોલીસમથક માં વાહનો નું ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ડીવાયએસપી બન્નો જોશી ની આગેવાની માં ગત રાત્રીના નવ વાગ્યા થી જુદા જુદા વિસ્તારો માં પોલીસ દ્વારા વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે કુલ ૬૮૫ વાહનો ચેક કાર્ય હતા તેમાં વધુ સ્પીડે વાહન ચલાવતા ૧૬ વાહનચાલકો, ૧૧ અડચણરૂપ રાખેલ વાહનચાલકો,કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ૧ વાહન ચાલક,વાહનના જરૂરી કાગળો સાથે ન રાખતા ૨૪ વાહનચાલકો,તેમજ અન્ય ટ્રાફિક કાયદાનો ભંગ કરનારા જુદા જુદા કુલ મળી ૩૪૨ વાહન ચાલકો ને સ્થળ પર જ કુલ રૂપિયા ૫૦૪૫૦ નો હાજર દંડ ફટકારી ટ્રાફિક નિયમો નો ભંગ કરનારા સામે મોરબી પોલીસે લાલ આંખ કરી. હતી

એક જ રાત્રી માં આટલા મોટા દંડ થી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોરબી ની પ્રજા હજુ ટ્રાફિક ના નિયમો થી કેટલી અજાણ છે વાહન ચાલકો પણ પોતાની જવબદારીઓ સમજે અકસ્માતના બનાવ બનતા અટકાવી શકાય છે

- text