મોરબીમાં સામાકાંઠે ડેમુ ટ્રેન હડફેટે તરૂણીનું મોત

- text


મોરબી:મોરબીના કાંઠા વિસ્તારમાં આજે બપોરે રેલવે ટ્રેક ઓળંગી રહેલી તરુણીનું ડેમુ ટ્રેનની ઠોકરે મોત નિપજયું હતું બનાવ અંગે નોંધ કરી પોલીસ દ્વારા ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા પાસે રહેતી નેહાબેન પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ.૧૪) આજે બપોરે તેના વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક ને ઓળંગી રહી હતી. તે વેળાએ ડેમુ ટ્રેને હડફેટે લેતા તરુણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- text

મૃતક તરૂણી ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. તરુણીના આકસ્મિક મોત થી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. તાલુકા પોલીસે આ ઘટનાની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text