જેતપર મચ્છુ ગામે ભારે વાહનોની અવરજવરથી દરરોજ ટ્રાફિકજામથી લોકો પરેશાન

- text


મોરબી : મોરબીના જેતપર મચ્છુ ગામે હાલ સીસી રોડનું કામ ચાલુ છે. ત્યારે ગામમાં થી ભારે વાહનો પસાર થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સર્જાતા ટ્રાફિક જામ થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મોરબીના જેતપર મચ્છુ ગામે રસ્તા ની હાલત કથળ્યા બાદ સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ રોડ ઉપર ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. દરરોજ ટ્રાફિક રહેતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

- text