મોરબીના ઘુંટુ ગામે ગેરેજમાંથી રૂ.૧૬ હજારના દારૂ બિયર સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે આવેલી બજરંગ ઓટો ગેરેજમાંથી રૂ.૧૬,૩૦૦ની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એલસીબીએ ગેરેજના મલિકને ઝડપી પાડ્યો છે.
એલસીબીના કોન્સ્ટેબલ નિરવભાઈને મળેલી બાતમીના આધારે ઘુંટૂ ગામે નવસર્જન સ્કૂલ પાસે આવેલા બજરંગ ઓટો ગેરેજમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૬ કિંમત રૂ. ૧૨ હજાર, ક્વાર્ટર નંગ ૩૦ કિંમત રૂ.૩ હજાર તથા બિયર ટીન નંગ ૧૩ કિંમત રૂ. ૧૩૦૦ મળી કુલ રૂ.૧૬,૩૦૦ના દારૂ બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

એલસીબીએ બજરંગ ઓટો ગેરેજના માલિક ભાવેશભાઈ ચંદુભાઈ સંઘાણી રહે. રામજી મંદિરની બાજુમાં ,ઘુંટુ વાળાની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text

 

- text