મોરબી : મોરબીના ટીમ્બડીના પાટિયા નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં પડેલા રૂપિયા બે લાખની રોકડ રકમ બળીને ખાખ થઈ જવા પામી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આવેલ કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગઈકાલે અચાનક અગ ભભૂકી ઉઠતા ઓફિસના સોફા ઉપર પડેલી રોકડ રકમ ભરેલી બેગ આગમાં ખાખ થઈ જવા પામી હતી. વધુમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કનૈયા ટ્રાન્સપોર્ટના માલિક હર્ષદભાઈ મકનભાઈ ભીમાણી રે. જોડિયા વાળાની જાણવા જોગ એન્ટ્રી લઇ તાલુકા પોલીસ દ્વારા એફએસએલ અને જીઈબીને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. [caption id='attachment_3695' align='aligncenter' width='300'] ફાઇલ તસ્વીર[/caption]