મોરબી: ટંકારાના નેસડા ગામે રસોઈ બનાવતી વખતે અકસ્માતે દંપતી દાઝયું હતું. બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પોલિસે બનાવની નોંધ લઈને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટાંકારાના નેસડા ગામે મીનાબેન મહેશભાઈ સોલંકી ઉ.વ.૨૨ ઘરે ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા. રસોઈ બનાવતી વખતે અકસ્માતે તેઓ દાઝી ગયા હતા. તેમને બચાવવા જતા તેમના પતિ મહેશભાઈ દાનાભાઈ સોલંકી ઉ.વ.૩૧ પણ દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.