મોરબી: મોરબીના મોડપર ગામે રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આગ લાગવા થી આ વિસ્તારમાં અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરે તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના મોડપર ગામે આજે એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. મકાનમાં રાખેલા કળબના પુરામા આગ લાગી હતી બાદમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવથી આસપાસના લતાવાસીઓ ભયભીત બન્યા હતા. આ અંગે ફાયર ફાઈટરને જાણ કરતા તેઓ તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.હાલ આગનું કારણ અંકબંધ છે.