મોરબી: મોરબીના જેતપર-પીપળી રોડ પર આઈસર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જીવરાજભાઈ વસરામભાઈ દલસાણીયા ના દીકરા ચિરાગ (ઉ.૨૯) સાંજના સમયે પોતાનું મોટર સાઇકલ લઈને જતા હોય દરમિયાન જેતપર-પીપળી રોડ પર તિરુપતિ સિરામિક સામે આઈસર જીજે ૩૬ પી ૯૦૫૭ વાળાએ ચીરાગને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.