વિજેતાઓએ રાજકોટ થી મોરબી સુધીની હવાઈ મુસાફરીનો આનંદ લીધો મોરબી : વિયાન્સ કોર્પોરેશન એલજી શોપ આયોજિત સમર કાર્નિવલના ડેઈલી લક્કી ડ્રો ના વિજેતાઓએ આજે રાજકોટ થી મોરબી સુધીની હેલિકોટર રાઈડ માણી હતી. પાંચ લક્કી વિજેતાઓએ હવાઈ મુસાફરી નો આનંદ મેળવ્યો હતો.ત્યારે આ લક્કી ડ્રો માં વિજેતા થયેલા ગ્રાહકોને એલજી ના શનિભાઈ ગઢીયા અને મિલનભાઈ અઘારાએ અભિનંદન પાઠવ્યા હતા. વિલાયન્સ કોર્પોરેશન એલજી શોપ દ્વારા થોડા સમય પેહલા સમર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેઈલી ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોના પાચ વિજેતાઓને રાજકોટ થી મોરબી સુધીની હેલિકોપટર મુસાફરી કરવાની તક મળી હતી લક્કી ડ્રો ના વિજેતા હરેશભાઇ પટેલ , કિશોરભાઈ રાણપરા, ઘનશ્યામભાઈ જીવાણી, ભરતભાઇ બાવરવા અને રાજેશભાઇ પટેલે રાજકોટથી હેલિકોપટરની ઉડાન ભરી હતી. બાદમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે હેલિકોપટર ને લેન્ડ કરવામાં આવ્યું હતું. એલજી શોપ આયોજિત સમર કાર્નિવલના ડેઈલી લક્કી ડ્રોના વિજેતાઓએ પ્રથમ વખત હેલીકૉપટર ઉડાનનો રોમાંચ માણી રોમાંચિત થયા હતા.