વોટર સપ્લાયના નામે ચાલતી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી પર વાંકાનેર તાલુકા પોલીસના દરોડા: રૂ.૧.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વોટર સપ્લાયનાં નામે ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઇ હતી.ડુપ્લીકેટ દારૂ બનાવતા ૬ શખ્સો ને વાંકાનેર તાલુકા પોલીસે ૧.૯૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાકાનેર તાલુકા પોલીસને વાંકાનેર ના સરધારકા ગામે શિવગંગા વોટર સપ્લાયર નામની ફેકટરીમાં અમુક ઈસમો દ્વારા ઈંગ્લીશ દારૂ મંગાવી બીજી બ્રાન્ડ ની બોટલ માં પાણી ભેળસેળ કરી નકલી સ્કોચ ઈંગ્લીશ દારૂ બનાવી રહ્યા હોવાની મળેલ ખાનગી બાતમી ના આધારે તાલુકા પોલીસના પીએસઆઈ જી.આર.ગઢવી સહીત ની પોલીસ ટીમે દરોડો પાડતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ફેકટરીમાં વિદેશી દારૂ બહાર થી મંગાવી તેને છુટો કરી પાણી સાથે ભેળસેળ કરી અને સ્કૉચ જેવી મસમોંઘી વિદેશી દારૂ ની બોટલો મા સીલપેક કરી રહેલા માલદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૨૫ રહે.સરધરકા તા.વાકાનેર, ભગીરથસિહ રઘુભા જાડેજા જાતે દરબાર ઉ.વ.૨૨ રહે.અમરનાથ સોસાયટી વાકાનેર, વિનોદસિહ મનુભા જાડેજા ઉ.વ.૩૦ રહે.મોટી રવ તા.રાપર જી. કચ્છ, જયદિપસિહ રણજીતસિહ સોઢા જાતે દરબાર ઉ.વ.૩૦ રહે.નવા ઢુવા તા.વાકાનેર, લક્ષ્મણસિહ વેલુભા જાડેજા જાતે દરબાર ઉ.વ.૨૨ રહે.મોટી રવ જીયાણી ડોવાર તા.રાપર.જી.કચ્છ, શક્તિસિહ ગંભીરસિહ વાઘેલા જાતે દરબાર ઉ.વ.૨૦ રહે.સમાવાસ તા.રાપર જી.કચ્છ સહીત છ શખ્સો ને કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પીએસઆઇ જીઆર ગઢવી એ જણાવ્યું હતું કે રોયલ સ્ટેગ ની બોટલો બજારમાં ૫૦૦ થી ૭૦૦ માં વહેંચાતી હોય છે.ફેકટરીમાં રોયલ સ્ટેગની બોટલમાં પાણી મિક્ષ કરી અને સ્કોચ બનાવી તેને ૩૦૦૦થી ૫૦૦૦ સુધી ની કિંમતમાં વેચવામાં આવતી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='20340,20337,20338,20339,20341,20342,20343']