મોરબીમાં નવલખી ફાટક પાસે ટ્રક હડફેટે છાત્રનું મોત

- text


મોરબી: મોરબી નવલખી ફાટક પાસે મામાના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા છાત્રને ટ્રકે હડફેટે લેતા છાત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારાના બંગાવડી ગામે રહેતા શૈલેષભાઈ મેંદપરા નો પુત્ર હિતેશ મેંદપરા ઉ.વ.૨૦ મોરબી ના સાદુળકા ખાતે તેના મામાના ઘેર રહીને ટી.વાય બીએસસીનો અભ્યાસ કરતો હતો.હાલ પરીક્ષા પૂર્ણ થતા છાત્ર સાદુળકા થી બંગાવડી ગામે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નવલખી ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.પોલીસે બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

- text