મોરબી : સીરામીક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા બાળકનું મોત

- text


મોરબી : મોરબીના લાલપર નજીક આવેલી સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારનો બાળક રમતા – રમતા ત્રીજા માળેથી નીચે પટકાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલી નાઇસ સીરામીક ફેકટરીમાં કામ કરતા આદિવાસી શ્રમિક કૈલાશભાઈ સોલંકીના પુત્ર ઈકેશ ઉ. ૮ ગઈકાલે ફેકટરીમાં રમતા – રમતા ત્રીજા માળેથી નીચે પટકાતા પ્રથમ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ બાળકને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text