હળવદ : હળવદના ચરાડવા ગામ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ઇશ્વરનગરમાં ગામના ચંદુભાઈ કૈલા સંતરામપુર થી મોરબી પરત ફરી રહયા હતા. તે વેળાએ ચરાડવા નજીક આવેલા નીલકંઠ આશ્રમ નજીક એસ ટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. બાઈકને બસ હડફેટે લેતા બાઈકચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ કરાતા ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ સારવાર કારગત ન નિવડતા બાઈકચાલકનું મૃત્યુ થયું હતું. ઘટના સંદર્ભે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.