મોરબી : મોરબીના જેતપર ગામ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ૯૧,૧૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામ નજીક ચકમપર-જીવાપર ગામ જવાના રસ્તે જુગાર રમતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો. જુગારના આ દરોડામાં જયતીભાઈ જાકાસણીયા , ભરતભાઇ કાલરીયા, બાબુભાઇ વિડજા, શાંતિભાઈ અમૃતિયા, ધર્મેન્દ્રભાઈ જાકાસણીયા અને સતીશ જાનવા સહિતના લોકો રૂપિયા ૯૧,૧૦૦ રોકડા અને ૫ બાઈક જેની કિંમત રૂપિયા ૧,૦૮,૦૦૦ અને કુલ મળીને રૂપિયા ૧.૯૯ લાખ થી વધુના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.