ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગરના આઇસર ચાલકનું મોત માળીયા : આજે સવારે કચ્છ હાઇવે પર માળીયા નજીક ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગર પંથકના આઇસર ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળતી વિગતો મુજબ કચ્છ હાઇવે પર હરીપર ગામ નજીક આજે વેહલી સવારે જી.જે. ૪ ડબ્લ્યુ ૪૭૫૫ નંબરનું આઈસર ટ્રેલર નં જી.જે.૧૨ એ.ઝેડ. ૯૯૯૭ પાછળ ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થેળ જ મોત નીપજ્યું હતું. વધુમાં આઇસર ચાલક મનજીભાઈ પોપટભાઈ મકવાણા રહે .ભાવનગર વાળા હોવાનું બહાર આવ્યું છે, આ ઘટનાની જાણ થતા માળિયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ને પી.એમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.