આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક : બજેટ રજૂ કરાશે

- text


મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાનાર છે.મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચિખલીયા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર કારોબારી બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટને બહાલી આપવા માટે પ્રસ્તુત કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આજે 15 માર્ચે બપોરે ૧ કલાકે કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૧૮-૧૯ નાં અંદાજ પત્રકને બહાલી આપવા માટે રજૂ કરવામાં આવશે.આ તકે જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ઉપસ્થિત રહેશે.

 

- text