મોરબી: બિયર અને દારૂના જથ્થા સાથે પાંચ શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબીમાં એલ.સી.બી ટીમે એકટીવામાં બીયરનો જથ્થો લઈને જતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા તો બીજા બનાવમાં એસ.ઓ.જી. ટીમે વાંકાનેર અને માળિયા વિસ્તારમાંથી દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલ.સી.બી. ટીમે ગઈકાલે સાંજના સમયે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ન્યુ પેલેસ રોડ પરથી એકટીવા જીજે ૧ એનવાય ૮૭૪૮ પસાર થતું હોય જે શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી બીયર બોટલ નંગ-૨૪ કીમત રૂ.૨૪૦૦ સાથે બાઈક ચાલક અવેશ મહેબુબ મકરાણી અને નીરવ વિઠ્ઠલભાઈ રબારીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બીજા બનાવમાં મોરબી એસ.ઓ.જી ટીમ વાંકાનેરના પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં અરવિદ જેઠાભાઈ વીજવાડીયાને ૪૦.૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો તેમજ માળિયા નજીકથી હનીફ મોવર અને તૈયબ ગુલામભાઈ માણેકને ૧૫ લીટર દેશી દારૂ અને રોકડ રૂ.૫૦૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

ફાઈલ ફોટો

- text